Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસબેડાની વિશેષતા?
ઓખા તા. ર૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં સમયાંતરે આંતરીક બદલીઓ થતી રહે છે તેમ છતાં કેટલાક પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકીમાં ફરજ બજાવતા અમૂક પોલીસ કર્મચારીઓની બદલી થતી નથી. આવા કર્મચારીઓ સેટલમેન્ટમાં સૂત્રધાર હોવાથી તેઓની બદલી થતી નથી તેવો ગણગણાટ થઈ રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વિભાગમાં એક આશ્ચર્યજનક બાબત અંગે ગણગણાટ થઈ રહ્યો છે. સામાન્ય રીતે પોલીસબેડામાં સમયાંતરે બદલીઓ થતી રહે છે. જિલ્લા પોલીસવડા દ્વારા આંતરીક બદલીનો હુકમ કરવામાં આવતો હોય છે તેમ છતાં અમૂક પોલીસ કર્મચારીઓ વર્ષાેથી એક જ જગ્યાએ જામેલા જોવા મળી રહ્યા છે. તે બાબત શંકાસ્પદ બની રહી છે.
ચર્ચાઈ રહેલી વિગત મુજબ એક જ જગ્યાએ વર્ષાેથી જામેલા પોલીસ કર્મચારીઓ મોટાભાગે સેટલમેન્ટ અર્થાત પતાવટના સૂત્રધાર તરીકે કાર્ય કરતા હોય છે. એક જ જગ્યાએ જામેલા હોવાથી સ્થાનિક વાતાવરણથી તેઓ બરાબર પરિચિત હોવાના કારણે સેટીંગ સિસ્ટમ સુપેરે ગોઠવી જાણતા હોય છે. તેઓને બદલીના હુકમો સ્પર્શી શકતા નથી તે આશ્ચર્યજનક બાબત છે. તેના પાછળનું ગણિત મલાઈદાર હોવાનો ગણગણાટ થવો સ્વાભાવિક છે. પોલીસતંત્રમાં જ અમૂક લોકોને આ જમાવટ પસંદ ન હોવાનું પણ ચિત્ર ઉપસે છે તેની પાછળનું કારણ ઈમાનદારી અથવા ઈર્ષા પણ હોય શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial