Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાપા-ધુંવાવની સીમમાં બન્યો હતો બનાવઃ
જામનગર તા. ર૪: જામનગર નજીક હાપા-ધુંવાવ સીમમાં થોડા વર્ષ પહેલાં ઘેટા બકરા ચરાવવા ગયેલા એક પ્રૌઢની હત્યા થઈ હતી અને ઘેટા બકરાની લૂંટ કરાઈ હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. તેમાંથી બે આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
જામનગર નજીકના હાપા ધુંવાવ સીમ વિસ્તારમાં ખેતાભાઈ હઠાભાઈ ચાવડીયા નામના પશુપાલક પોતાના ઘેટા બકરા ચરાવવા ગયા હતા ત્યારે તેઓની હત્યા થઈ ગઈ હતી અને ઘેટા બકરાની લૂંટ થઈ હતી.
આ બાબતની ફરિયાદ થયા પછી પોલીસે શરૂ કરેલી તપાસમાં અર્જુન ગેલાભાઈ પરમાર, બુધા ગેલાભાઈ પરમાર નામના બે શખ્સની ધરપકડ કરી તેની સામેનું ચાર્જશીટ અદાલતમાં રજૂ કર્યું હતું. તે કેસ ચાલી જતા અદાલતે બંને આરોપીને શંકાનો લાભ આપી છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી આઈ. એચ. ગાગદાણી એસો.ના વકીલ સલીમ ખલીફા, યુનુસ લાખાણી, રઈશ ગજીયા, ફૈઝાન કોરડીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial