Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજવાયરો તત્કાળ ઉંચા બાંધવા રજૂઆત
સલાયા તા. ર૪: સલાયામાં મેઈન રોડ ઉપર પીજીવીસીએલના અનેક વીજ વાયરો લટકે છે. મોટા માલવાહક વાહનોમાં વાયર અડવાથી અકસ્માતનો ભય રહેતો હોય, તત્કાળ ઉંચા બાંધવાની માંગ ઉઠી છે.
સલાયામાં ઘણા સમયથી પીજીવીસીએલના લાઈટના વાયરો નીચે લટકી રહ્યાં છે. સલાયા નગરગેટથી પાંજરાપોળ અને કસ્ટમ રોડ જે સલાયાના મુખ્ય રોડ છે. આ રોડ બંદર તરફ જવા માટેનો રોડ છે. જેમાં અનેક મોટા વેપારીઓની દુકાનો આવેલ છે. આ રોડ ઉપરથી વેપારીઓની ચોખા, ખાંડ અને બાજરાની ગાડીઓ અવારનવાર આવતી હોય, જે ગાડીઓ પેક હોય અને ઊંચાઈવાળી હોય, આ રોડ ઉપર નીચે લટકતા વીજ વાયરો એને અડકે છે. આ તમામ ગાડીઓ લોખંડની હોય છે.
જો આ વાયરો અડકવાના લીધે કોઈ જગ્યાએ શોર્ટ સર્કીટ થાય તો અકસ્માત થવાનો ભય રહે છે. સલાયા બંદર હોવાથી અવારનવાર આ રસ્તા ઉપરથી ક્રેન, લાકડાની મોટી ગાડીઓ તેમજ અન્ય વેપારીઓના માલ વાહક વાહનો અવરજવર કરતા હોય છે. જો આ વાયર કોઈ વાહનને અડકી જાય તો શોર્ટ-સર્કીટ થઈ શકે અને મોટો અકસ્માત અથવા જાનહાનિ થઈ શકે છે. તેથી પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક આ વીજ વાયર નિયમ અનુસાર ઊંચાઈ ઉપર બાંધવા જરૂરી છે. અમુક મકાનોના સર્વિસ કેબલ પણ એટલા બધા નીચે છે કે, અવારનવાર કપાઈ જાય છે. જેથી પીજીવીસીએલએ આળસ ખંખેરી આ વીજના જીવતા વાયર નિયમ મુજબ ઉંચા કરી બાંધવા જોઈએ. આ બાબતે વેપારી એસોસિએશન દ્વારા પીજીવીસીએલમાં લેખિત રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial