Advertisement
Author: નોબત સમાચાર

જૂના રોડથી નવો રોડ સવા ફૂટ ઉંચો બનાવાયો! પછડાયેલા સ્કૂટરચાલકને ઈજા

કુવાડીયા પાટીયા પાસે અકસ્માતમાં એકને ઈજાઃ

જામનગર તા. ૨૪: ઓખામંડળના સુરજકરાડીમાં રહેતા એક સ્કૂટરચાલક આરંભડાની સીમમાં નવા બનતા રોડ પરથી સ્કૂટર સાથે પછડાતા માથામાં ગંભીર ઈજા પામ્યા છે. તે સ્થળે કોન્ટ્રાક્ટરે જુના રોડથી નવો રોડ સવા ફૂટ ઉંચો બનાવતા આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે કુવાડીયા પાટીયા પાસે બુલેટ સાથે રોંગ સાઈડમાં આવેલુ બાઈક ટકરાઈ પડતા બુલેટચાલકને ઈજા થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા મીઠાપુર નજીકના સુરજકરાડીમાં ઉદ્યોગનગર પાસે રહેતા ખેતાભાઈ વેજાભાઈ ચાનપાના મોટાભાઈ દેવાભાઈ ગઈ તા.૧પની બપોરે આરંભડા ગામની સીમમાં નવા બનતા રોડ પરથી એક્ટિવામાં પસાર થતા હતા.

આ સ્થળે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરે રોડનું કામ ચાલુ હોવાના કોઈ નિશાન કે બોર્ડ મૂક્યા ન હોવાથી અને ડાયવર્ઝન પણ કાઢ્યું ન હોવાથી તેમજ કોન્ટ્રાક્ટરે રોડથી સવા ફૂટ જેટલો રોડ ઉંચો બનાવ્યો હોવાના કારણે દેવાભાઈ તેના પરથી એક્ટિવા સાથે ખાબકી ગયા હતા. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા પામેલા દેવાભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ખેતાભાઈની ફરિયાદ પરથી બીએનએસની કલમ ૧૨૫, ૧૨૫ (એ) તથા (બી) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામમાં રહેતા ટીડાભાઈ જેસાભાઈ કંડોરીયા ગઈકાલે સાંજે હોસ્પિટલમાં દાખલ રહેલા પોતાના ભત્રીજાને ટિફિન આપવા માટે જીજે-૩૭-કે ૭૭૯૪ નંબરના બુલેટ મોટરસાયકલમાં જતા હતા ત્યારે કુવાડીયા પાટીયા રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ધસી આવેલા જીજે-૧૦-આર ૮૦૭૯ નંબરના મોટર સાયકલના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો. સ્કૂટર પરથી ફંગોળાઈ ગયેલા ટીડાભાઈને માથામાં ઈજા થઈ છે. તેઓએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh