Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં
જામનગર તા. ૨૪: કાલાવડની આશાપુરા કર્મચારી કો-ઓપ. હાઉસીંગ સોસાયટી મારફત સ્નેહમિલન સમારંભ તાજેતરમાં કાલાવડ તાલુકા પંચાયતના મિટિંગ હોલમાં યોજાયો હતો. તાલુકા વિકાસ અધિકારી હરદિપસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને આયોજીત આ કાર્યક્રમમાં સોસાયટીની ઉન્નતિ કરવામાં જેઓનો સાથ-સહકાર મળેલ છે તે તમામ નિવૃત્ત તથા ચાલુ અધિકારીઓ અને કર્મચારીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં લલિતભાઈ ભાષા (નિવૃત્ત મામલતદાર), જયુભા જાડેજા (નિવૃત્ત ધીરધાર અધિકારી), દેવેન્દ્રસિંહ પરમાર (ચેરમેન, જામ. જિલ્લા પંચા. કર્મ. નગર નિર્માણ કો-ઓપ.હા. સોસાયટી લિ.), બાઘુભા જાડેજા (નિવૃત્ત હિસાબી અધિકારી), કેશુભાઈ બોઘરા (નિવૃત્ત નાયબ મામલતદાર), ઈસબભાઈ મલેક (નિવૃત્ત સર્કલ ઈન્સ્પેક્ટર), જમનભાઈ અજુડિયા (નિવૃત્ત ના.કા.ઈ.), યુવરાજસિંહ ગોહિલ (જી.ટી.પી.એલ. અધિકારી), હરદેવસિંહ વાઘેલા (ઉપપ્રમુખ, જિલ્લા તલાટી મંત્રી યુનિયન), હાર્દિક કગથરા (તા.પં. કાલાવડ), બી.ટી. સવસાણી (ચીટનીશ ટુ જિલ્લા કલેક્ટર), જીતુભાઈ વોરા (નિવ્ત્ત પ્રોફેસર), કે.ડી. ચૌહાણ (નિવૃત્ત નાયબ મામલતદાર), શ્રીરામ સેજપાલ (નાયબ ચીટનીશ, જિ. પં. જામનગર), વાય.પી. જોષી (નિવૃત્ત મામલતદાર), નારણભાઈ સંઘાણી (નિવૃત્ત તલાટીમંત્રી), સરવૈયાભાઈ (તલાટી મંડળના આગેવાન) નું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે આશાપુરા કર્મ. સોસાયટીના પ્રમુખ રઘુભા જાડેજા, ઉપપ્રમુખ રહેમતુલ્લાભાઈ મલેક, કાર્યકારી પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, મંત્રી રમણિકભાઈ મારકણા, સભ્યો જેરામભાઈ ઈટાળિયા, મેરૂભા જાડેજા, જેન્તિભાઈ બગથરિયા, હર્ષલ અજુડિયા, નુરાભાઈ નસ્તા, ભરતભાઈ પાંભર, બશીરભાઈ, ચાવડાભાઈ તથા સભ્યોએ જહેમત ઊઠાવી હતી.
કાર્યક્રમનું સંચાલન ઈસબભાઈ મલેકએ કર્યું હતું. સ્નેહમિલન સમારંભ પૂર્ણ થયે આ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા રઘુભા જાડેજાના પ્રમુખસ્થાને યોજાયેલ, જેમાં સોસાયટીના વિકાસ માટે જરૂરી મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial