Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળ દર્દીઓની સંખ્યા વધતા વધારાનો વોર્ડ ખોલવો પડ્યોઃ
જામનગર તા. ર૪: જામનગરમાં રોગચાળો સતત વધી રહ્યો છે. ખાસ કરીને તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યૂ અને ન્યુમોનિયાના કેસો વધી રહ્યા છે. તેમાં પણ હવે બાળકોની સંખ્યા વિશેષ રહેતી હોવાથી જ વધારાનો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી રહી છે.
જામનગરમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને જી.જી. હોસ્પિટલમાં ખાટલા ખૂટી પડે તેવી સ્થિતિ જોવા મળે છે. તેમાં પણ બાળકો, નવજાત શિશુમાં ન્યુમોનિયા, ડેન્ગ્યૂ, તાવ, શરદી, ઉધરસનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. મોટી ઉંમરના એટલે કે પુખ્ત વયમાં દર્દીઓની સંખ્યા /પખવાડિયામાં ૩૦૦ થી વધુ નોંધાઈ છે, તો બાળકોના પાંચ વોર્ડમાં ગત્ તા. ૧૮ ની સ્થિતિએ ર૭૦ બેડની ક્ષમતા સામે ૩૬૯ બાળકો સારવારમાં હતાં. એટલે કે બેડની ક્ષમતા કરતા દોઢી સંખ્યામાં બાળકોને સારવાર આપી હતી. ચાલુ સપ્તાહમાં અલાયદા વધારાના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial