Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેમ-જેમ તહેવારો નજીક અવાતા જાય છે, તેમ-તેમ ઘરાકી વધતી જાય છેઃ સુશોભન-શણગાર અને રોશનીની ચીજવસ્તુઓ મુકાઈ માર્કેટમાં
દિવાળીના તહેવારો જેમ-જેમ નજીક આવતાં જાય છે તેમ 'છોટીકાશી' જામનગરની બજારોમાં ખરીદીનો માહોલ વધતો જાય છે. દિવાળી એટલે ઉજાશનું પર્વ ઘર-ઓફિસ-દુકાન દિવાળીના પર્વ પહેલાં સાફ-સફાઈ કરવામાં આવે છે ત્યાર પછી રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં આવે છે. અને દિવાળીના પાંચેક દિવસ પહેલાં તોરણ, દિવળા, રંગોળીઓ, લાભ-શુભના સ્ટીકર સહિત અવનવા શુસોભનની વસ્તુઓનો શણગાર કરવામાં આવે છે. ત્યારે જામનગરના વેપારીઓ દ્વારા અવનવા તોરણ, સ્ટીકર વાળી રંગોળી, મીણના દિવડા, પાણીથી પ્રજવલીત થતાં દિવડાઓએ પણ આ વખતે વધુ આકર્ષણ જમાવ્યું છે. બજારમાં તોરણ ૧૦૦ રૂપિયા થી પ૦૦ રૂપિયા સુધીના તોરણો વહેંચાય છે. ત્યારે સુશોભન માટે રંગોળી, સ્વસ્તીક, લાભ-શુભ ૧૦ રૂપિયાથી ૧૦૦ રૂપિયા સુધી મળી રહે છે. ઓનલાઈનના સમયમાં પણ બહેનો દ્વારા હજુ પણ બજારમાં જઈ અને વસ્તુઓ ખરીદવાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ તો બહેનો દ્વારા દર વર્ષે તોરણોની ખરીદી કરવામાં આવે છે ત્યારે જામનગરની બજારોમાં પણ અવનવા તોરણો વેપારીઓ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial