Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત:

 

જામનગર તા. ર૪: જામનગરમાં એક ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારા અને ભેજનું પ્રમાણ ૯૦ ટકા રહેતા પ્રજાજનોને અસહ્ય ગરમી અને બફારાથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જામનગરમાં ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનનો પારો ૩૦ ડીગ્રીએ સ્થિર રહ્યા પછી છેલ્લા ચોવીસ કલાકમાં તેમાં હલચલ નોંધાઈ હતી. જેમાં એક ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી, જ્યારે એક ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૪.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા રહ્યું હતું.

મહત્તમ તાપમાનમાં થયેલા વધારા અને ભેજનું પ્રમાણ પણ વાતાવરણમાં વધુ રહેતા જનતાએ ગઈકાલે પણ અસહ્ય ગરમી અને બફારાની અનુભૂતિ કરી હતી. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh