Advertisement
Author: નોબત સમાચાર

પોસ્ટ ઓફિસમાં કિંમતી જામીનગીરી વટાવવાના કેસમાં આરોપીનો છૂટકારો

એસટીના કર્મચારીની કરાઈ હતી ધરપકડઃ

જામનગર તા. ર૪: જામનગરની પોસ્ટ ઓફિસમાં ગયેલા નાની બચત યોજનાના એજન્ટની બેગ ચોરાઈ ગઈ હતી. તેમાં રોકડ તથા ૨૦ ઈન્દિરા વિકાસપત્ર હતા. પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં એસટીના એક કર્મચારી તે વિકાસપત્ર વટાવવા ગયા ત્યારે ઝડપાઈ ગયા હતા. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે.

જામનગરના હેમેન્દ્રભાઈ પ્રાણલાલ વસા નામના આસામી નાની બચતના એજન્ટ તરીકે કામ કરતા હતા. તેઓ રૂ.૨૦ હજાર રોકડા તથા રૂ.૫ હજારના કુલ ૨૦ ઈન્દિરા વિકાસ પત્ર તેમજ જૂના કેવાયસી, ૧૦ પાસબુક બેગમાં રાખીને પોસ્ટ ઓફિસમાં ગયા હતા. ત્યાંથી તેમની બેગની ચોરી થઈ ગઈ હતી.

આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાયા પછી ધ્રાંગધ્રામાં જી.કે. બેલીમ નામના શખ્સ દ્વારા વિકાસ પત્ર વટાવવા માટે અરજી આપવામાં આવી છે તેવી જાણકારી પોલીસને મળતા પોલીસ ધ્રાંગધ્રા ધસી ગઈ હતી. ત્યાંથી જી.કે. બેલીમ નામનો શખ્સ મળી આવ્યો હતો. તેણે પૂછપરછમાં પોતાનું સાચુ નામ કનક બાલાશંકર મહેતા હોવાનું અને એસટીમાં નોકરી કરતા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આઈપીસી ૪૦૩, ૪૬૮, ૪૬૯, ૩૭૯ હેઠળના ગુન્હામાં તેની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ દિનેશભાઈ વિરાણી, મોહસીન ગોરી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh