Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સરસ મેળામાં ઉત્પાદનોનું પ્રદર્શન- સહ-વેંચાણ કરતા બહેનો ખુશઃ પોતાના પ્રતિભાવો

રાજ્યભરમાંથી ૩૩ જિલ્લાની ૧૦૦ થી વધુ કારીગર બહેનોને પ૦ વધુ સ્ટોલ ફાળવાયા

જામનગર તા. ર૪: જામનગરના જે.એમ.સી.ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક, ઓસવાળ-૩ ખાતે સરકાર દ્વારા રાજ્ય કક્ષાના સરસ મેળાનું આયોજન કરાયું છે. જ્યાં સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાના ૧૦૦ થી વધુ કારીગર બહેનો વિવિધ ૫૦ સ્ટોલ્સના માધ્યમથી પોતાના ઉત્પાદનોનું વેંચાણ કરી રહ્યા છે.આ બહેનોએ પોતાના પ્રતિભાવો જણાવી બહેનોને સખી મંડળમાં જોડાવા પ્રેરિત કર્યા છે સાથે સાથે સરસ મેળામાં રહેવા, જમવા તથા સ્ટોલની વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી.

આ અંગે જામનગર તાલુકાના બેડ ગામના સોમનાથ સખી મંડળના સંચાલીકા પુરીબેન નાંગસ જણાવે છે કે અમારા મંડળ સાથે ૧૦ બહેનો જોડાયેલા છે.જે જ્વેલરી, પેચવર્ક જેવી હેડક્રાફ્ટની વિવિધ વસ્તુઓ બનાવે છે.પહેલા અમે સ્થાનિક કક્ષાએ કે ગામડાઓમાં જઈ અમારા ઉત્પાદનોનું વેંચાણ કરતા પરંતુ જ્યારથી સરકાર દ્વારા સરસ મેળાની શરૂઆત કરાઈ છે ત્યારથી અમને અમારા ઉત્પાદનોના વેંચાણ માટે એક નવું જ પ્લેટફોર્મ મળ્યું છે.સરસ મેળામાં સરકાર દ્વારા અમને વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે ભોજન તથા રહેવાની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. બહેનો અહીં માત્ર પોતાનું કામ લઈને આવે અને આર્થિક રીતે ઉન્નત બને તેવો સરકારનો શુભ આશય છે. સરસ મેળો એ આપણી જૂની સંસ્કૃતિ અને કલાને દુનિયા સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ પણ છે.

તેણીએ કહ્યું હતું કે, ડિજિટલ યુગમાં પણ આપણી પરંપરાગત વસ્તુઓને વહેંચી શકાય એવું સ્થાન અહીં મળે છે.તમામ બહેનો સખીમંડળના માધ્યમથી આગળ આવે અને આ પ્રકારના સરસ મેળામાં ભાગ લઈ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને તેવો સંદેશો આપી પુરીબેને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડાલીયા સિંહણ ગામમાં રામાપીર એન.આર.એલ.એમ. જૂથ ચલાવતા દક્ષામાં જાડેજા એ આ તકે જણાવ્યું હતું કે અમે સૌ બહેનો આમારા સખી મંડળના માધ્યમથી કુર્તી, ચણિયાચોળી, મારવાડી સહિતની વિવિધ વસ્તુઓનું વેચાણ કરીએ છીએ. સરકારના સરસ મેળા જેવા આયોજનો થકી અમને વેપારમાં ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. અહીં અમારા ઉત્પાદનોનું વેચાણ વધતા અમને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થયો છે.સાથે સાથે અહીં તમામ સુવિધાઓ અમને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતા અમારી આર્થિક બચત પણ થઈ છે.આ પ્રકારના ઉમદા આયોજન બદલ અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ સમગ્ર મંડળ વતી યાદ કર્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh