Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિનકાશ્મીરીઓ પર નિશાન સધાયું:
જમ્મુ તા. ર૪: જમ્મુમાં વધુ એક આતંકવાદી હુમલો થયો છે અને બટાગુંડ ત્રાલમાં બિનકાશ્મીરી મજૂરને ગોળી લાગતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. આ વખતે આતંકવાદીઓએ પુલવામામાં બિનકાશ્મીરીઓને નિશાન બનાવ્યા છે.
પ્રાપ્ત થતાં અહેવાલો મુજબ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ગુરુવારે સવારે ઉત્તરપ્રદેશના એક મજૂરને આતંકવાદીઓએ ગોળી મારીને ઘાયલ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે બિજનૌરના રહેવાસી શુભમ્ કુમારને બટાગુંડ ગામમાં આતંકવાદીઓએ ગોળી મારી હતી. મજુરને હાથમાં ગોળી વાગી હતી. શુભમ્ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી કાશ્મીરમાં બિનસ્થાનિક મજૂરો પર સતત હુમલા થઈ રહ્યા છે. રવિવારે ગંદેરબલ જિલ્લામાં એક બાંધકામ સ્થળ પર થયેલા આતંકવાદી હુમલામાં છ બિનસ્થાનિક મજૂરો અને એક સ્થાનિક ડોક્ટરના મોત થયા હતાં, જ્યારે ૧૮ ઓક્ટોબરે બિહારના એક મજૂરને શોપિયા જિલ્લામાં આતંકવાદીઓએ ઠાર માર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial