Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક આસામીએ પોલીસમાં નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા. ર૪: જામનગરના એક લોકગાયિકા સામે વ્યાજ વટાઉ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મહિલાનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરમાં વસવાટ કરતા ભૂપેન્દ્રભાઈ હરજીભાઈ ચોવટીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦ના ડિસેમ્બર મહિનામાં તથા બે વર્ષના સમયમાં પોતાના ધંધા માટે તેઓએ લોકગાયિકા ક્રિષ્નાબેન કમલેશગીરી તથા તેમના પતિ કમલેશગીરી શંકરગીરી ગોસ્વામી પાસેથી રૂ.૪ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા.
આ આસામીએ અન્ય ચાર વ્યક્તિ પાસેથી પણ વ્યાજ પર રકમ લીધી હતી. તેઓએ ક્રિષ્નાબેન તથા અન્યને મુદ્દલ સાથેની રકમ પરત આપી દીધી હોવા છતાં ભૂપેન્દ્રભાઈના સ્ટુડિયે જઈ ક્રિષ્નાબેન તથા કમલેશગીરી ઉઘરાણી કરતા હોવાની અને મારી નાખવાની ધમકી આપી ગાળો આપતા હોવાની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પૈકીના ક્રિષ્નાબેન કમલેશગીરીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, જયન ગણાત્રા, પાર્થ બગડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial