Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લિબરલ પાર્ટીમાં સાંસદોએ ર૮ ઓકટો.ની આપી ડેડલાઈન
નવી દિલ્હી તા. ર૪: કેનેડાના પીએમ ટ્રુડો ફરી મુશ્કેલીમાં મુકાયા છે, સાંસદોએ રાજીનામાની માંગ કરી છે અને તા. ર૮ ઓકટોબર ડેડલાઈન આપી છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના જ દેશમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમના જ પક્ષના ર૦ સાંસદોએ તેમને ચોથી ટર્મ માટે ચૂંટણી ન લડવા અને વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે. એટલું જ નહીં. લિબરલ પાર્ટીના સાંસદોએ ટ્રુડોને આ અંગે નિર્ણય લેવા માટે ર૮ ઓકટોબરની ડેડલાઈન આપી છે.
કેટલાક સાંસદોએ તો એમ પણ કહ્યું છે કે જો ટ્રુડો આ ડેડલાઈન સુધીમાં રાજીનામું નહીં આપે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
કેનેડામાં જસ્ટિન ટ્રુડો અને તેમની લિબરલ પાર્ટીની લોકપ્રિયતામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે તેમના પર વડાપ્રધાન પદ છોડવાનું દબાણ વધી રહ્યું છે. તાજેતરમાં ટ્રુડોએ તેમની પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી, ત્યારબાદ તેમણે કહ્યું હતું કે લિબરલ પાર્ટી મજબૂત અને એકજૂથ છે પરંતુ પાર્ટીના ર૦ સાંસદોએ વિપરીત નિવેદનો આપ્યા હતાં. આ સાંસદોએ એક પત્ર દ્વારા ટ્રુડોને ચૂંટણી પહેલા રાજીનામું આપવાની માંગ કરી છે.
આ પત્ર લિબરલ પાર્ટીની બેઠકમાં વાંચવામાં આવ્યો હતો, જેમાં ત્રણ કલાક સુધી ચર્ચા ચાલી હતી. સાંસદોએ ટ્રુડોને આગામી ચૂંટણી ન લડવા અને નવા નેતૃત્વ સાથે પાર્ટીને મેદાનમાં ઉતારવા જણાવ્યું હતું.
કેનેડા લિબરલ પાર્ટીના સાંસદ કેન મેકડોનાલ્ડ, જે ર૦ સાંસદોમાંના એક છે, તેમણે કહ્યું કે, ટ્રુડોએ લોકોની વાત સાંભળવી જોઈએ. તેમજ પાર્ટીની ઘટી રહેલી લોકપ્રિયતાને જોતા હું આગામી ચૂંટણી નહીં લડું.
ટ્રુડોએ ચોથી ટર્મ માટે તેમની બીડનો સંકેત આપ્યો છે, જો કે ટોરોન્ટો અને મોન્ટ્રીયલમાં તાજેતરની પેટા ચૂંટણીઓમાં લિબરલ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે ટ્રુડોના નેતૃત્વ પર પ્રશ્નો ઉભા થયા છે. તાજેતરમાં સર્વેમાં પણ લિબરલ પાર્ટી વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટી કરતા પાછળ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial