Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તંત્રની બેદરકારીનો ઘાતક નમૂનોઃ
ખંભાળીયા તા. ર૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં ગટરોના પાણી રસ્તા પર ફરી વળ્યા છે જેને પગલે ત્રાહિમામ છે તો બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે અકસ્માતજનક સ્થિતિ સર્જાય છે. શહેરમાં ઢાંકણા વગરની ભૂગર્ભ ગટરના હોલમાં એક રીક્ષાનું આગળનું વ્હીલ ખૂચી જતાં સ્ટંટ સિન જેવો દૃશ્યો સર્જાયા હતાં. સદ્દનસીબે કોઈને ઈજા થઈ ન હતી. રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં અમુક ટુ-વ્હીલર ચાલકો પણ આ ખુલ્લી ભૂગર્ભ ગટરના કારણે અકસ્માતજનક સ્થિતિમાંથી પસાર થયા હોવાની અને સદ્દનસીબે બચી ગયા હોવાની માહિતી છે. નગરપાલિકાની તળીયા જાટક તિજોરી, સફાઈ કામદારોની હડતાલ સહિતના મુદ્દે કેટલાક સમયથી ખંભાળીયાનું શાસન ખાડે ગયું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે, ત્યારે રિક્ષાનો અકસ્માત તંત્રની બેદરકારીનો વધુ એક નમૂનો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial