Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થળ પર કોઈ જવાબદાર કર્મચારી કે સૂચના આપનાર પણ હાજર નહીં
જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તાના ખાડામાં પેચવર્ક કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની મહત્ત્મ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાનું જગ જાહેર છે. જાહેર રોડ રસ્તા ઉપર પેચવર્કની કામગીરી રાત્રે કરવામાં આવતી હોય છે. જેથી વાહન ચાલકો કામમાં બાધારૂપ બને નહીં પરંતુ આજે ટાઉનહોલથી લાલ બંગલા માર્ગે ભીડભંજન મહાદેવ મંદિર નજીક ધોળા દિવસે પેચવર્કનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને તાજા પાથરેલા ડામર ઉપર વાહન ચાલકો પસાર થતા હતાં. ખરેખર રસ્તા ઉપર આડશ રાખીને કામ કરવું જોઈતુ હતું જેથી તાજા પેચવર્કના કામમાં નુકસાન ન થાય તથા મહાનગર પાલિકામાં કોઈ જવાબદાર કર્મચારીની હાજરી પણ ન હતી. આથી લાખો રૂપિયાનો વેડફાટ થતો હોવાનું નજરે ચઢ્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial