Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પક્ષ-વિપક્ષના ધારાસભ્યોએ ધારદાર પ્રશ્નો રજૂ કર્યા
જામનગર તા. ૨૪: કલેકટર બી.કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યોએ લોકપ્રશ્નોની જોરદાર રજૂઆત કરી હતી.
જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને તે અંતર્ગત કાર્યવાહી કરવા કલેકટરે સૂચનો કર્યા હતાં.
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવા, એસટી બસના રૂટ અંગે, જમીન માપણી અંગેની કામગીરી, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, શાળાઓના બાંધકામ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, આઈસીડીએસ વિભાગ, શાળામાં અભ્યાસ કરતા અમુક બાળકોના શિષ્યવૃત્તિ લગત પ્રશ્ન સહિતના મુદ્દાઓ અંગેના ધારાસભ્યોના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી.
જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાએ ઉકત પ્રશ્નોનું ત્વરિત અને હકારાત્મક નિરાકરણ લાવવા તેમજ કામગીરી વધુ સારી રીતે થઈ શકે તે માટે વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓને સૂચના આપી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, સંલગ્ન પદાધિકારી અને અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial