Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
"જો પ્રશ્ન નહીં ઉકેલાય તો રાજયભરની પાલિકાઓના સફાઈકર્મીઓ આંદોલનમાં જોડાશે" - કસ્તુરભાઈ મકવાણા
ખંભાળીયા તા. ર૪: ખંભાળીયા ૫ાલિકાના સફાઈકર્મીઓ દ્વારા તેમના પડતર પ્રશ્નો અંગે ખંભાળીયા પાલિકા કચેરી સામે ચાલતું પ્રતીક ઉપવાસ આંદોલન તથા હડતાળ ચોથા દિવસમાં પ્રવેશી છે. ગઈકાલે વિશાળ સંખ્યામાં સફાઈ કામદારોએ રેલી કાઢી હતી. ઢોલ નગારા વગાડતા અને સૂત્રોચ્ચાર કરતા આ સફાઈ કામદારો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાયા હતાં. તેઓ નગરગેઈટ, શારદા સિનેમા રોડ, જોધપુર ગેઈટ તથા બગીચામાં ફર્યા હતાં તથા ઠેરઠેર પાલિકાના શાસકોના નામના છાજીયા લઈને છાતી કૂટીને રોષ વ્યક્ત કર્યો હતો તથા ભ્રષ્ટાચાર અંગે પણ સૂત્રો પોકાર્યા હતાં.
રાજય પાલિકા સફાઈકર્મી મહામંડળના પ્રમુખ કસ્તુરભાઈ મકવાણા તથા રાજ્યના અન્ય શહેરો પોરબંદર, જામનગર, સલાયા, સિક્કા, ભાણવડ, દ્વારકા સહિતના ગામોમાંથી પણ સફાઈ કામદારો આ રેલી પ્રદર્શનમાં જોડાયા હતાં.
રાજય સફાઈકર્મી મહામંડળના પ્રમુખ કસ્તુરભાઈ મકવાણાએ એક મુલાકાતમાં જણાવેલ કે, પાલિકાના સફાઈકર્મીઓ તથા પેન્શનર્સ માટે ૧૦ ટકા રીવોલ્વીંગ ફંડ રાખવામાં આવે છે, તે રકમ સાડાસાત કરોડ પાલિકાના સત્તાધીશોએ વાપરી નાખીને તથા જી.પી.એફ., ઈ.પી.એફ. ના પૈસા પગારમાંથી કાપીને જે-તે સંસ્થામાં ભર્યા હોય, આ ગંભીર બેદરકારી તથા પ્રશ્નો ઉકેલવા માટે જો પગલા નહીં લેવાય તો સમગ્ર રાજયની તમામ નગરપાલિકાઓના સફાઈકર્મીઓ પાલિકા ખંભાળીયાના સફાઈકર્મીઓના પ્રશ્નોના સમર્થનમાં જોડાશે કેમકે, આ ન્યાયના પ્રશ્નો છે.
રાજય સફાઈકર્મી મહામંડળના મહામંત્રી તથા ખંભાળીયા સફાઈકર્મી આંદોલનના કન્વીનર રમેશભાઈ વાઘેલાએ જણાવેલ કે, આંદોલન હડતાળ ચોથા દિવસમાં પ્રવેશી છે. તથા રોજ ૧૦-૧૦ કર્મીઓ જોડાઈ રહ્યાં છે તથા આંદોલનને ઉગ્ર બનાવવા માટે પાલિકાના અન્ય કર્મચારીઓને જોડવા તથા પાલિકા કચેરીને તાળાબંધી કરવા સહિતના પગલા લેવામાં આવશે તથા આંદોલન દિવસેને દિવસે ઉગ્ર થશે. લોકોને પડતી પરેશાનીની માફી માંગી ૧૪ દિવસ પહેલા આ હડતાળની આગોતરા જાણ કરી હોવા છતાં સત્તાધીશોએ ધ્યાનના આપતા આ પગલું લેવાયાનું જણાવ્યું હતું.
શહેરમાં ઠેર-ઠેર ગંદકી-ગટરો છલકાતી, કચરાના ઢગ
ખંભાળીયા પાલિકાના તમામ સફાઈ કામદારો રજોમદારો જે ર૦૦ જેટલા છે તે તમામ હડતાળ પર ઉતરી જતાં શહેરમાં દીવાળીના તહેવારો પહેલા ગંદકી-કચરાના ઢગલા તથા ઠેર-ઠેર ગટરો છલકાવાથી ગંદુ વાતાવરણની સ્થિતિમાં મુકાયું છે.
રોજ નગર ગેઈટ, જોધપુર ગેઈટ, પોરગેઈટ, પોલીસ સ્ટેશન, લોહાણા મહાજનવાડી રોડ જેવા વિસ્તારોમાં ગટરો છલકાય છે તો હાલ દીવાળીના દુકાનદારો લોકો પોતાના ઘરો-દુકાનોની સફાઈ કરી દીવાળી કાંઢતા હોય તેમનો કચરો પણ બહાર નાખતા હોય કચરા ગંદકીના ઢગલામાં રોજ વધારો થતો જતો હોય લોકો પરેશાન થઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial