Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના કર્મકાંડી ભૂદેવો-જયોતિષિઓના મંથન પછી જાહેરાત
જામનગર તા. ર૪: જામનગરમાં જયોતિષિઓ તથા ભૂદેવ કર્મકાંડી બ્રાહ્મણ સમિતિના શાસ્ત્ર મંથનમાં લેવાયેલા નિર્ણય મુજબ શાસ્ત્ર વિધાન મુજબ દિવાળી ૧ નવેમ્બરે અને લોકાચાર મુજબ ૩૧ ઓકટોબકરે ઉજવાશે.
આ વખતે દિવાળી પર્વની ઉજવણીને લઈ મતમતાંતર પ્રવર્તી રહ્યા છે ત્યારે છોટીકાશી જામનગરમાં ભૂદેવ કર્મકાંડી સમિતિ દ્વારા નાગેશ્વરના સિદ્ધનાથ મહાદેવ મંદિર નજીક ઉદાસીન આશ્રમમાં એક શાસ્ત્રોકત ચિંતનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં શહેરના કર્મકાંડી બ્રાહ્મણો ઉપરાંત જયોતિષિઓ જોડાયા હતાં. બેઠકમાં દિવાળીની ઉજવણીને લઈને ધર્મસિંધુ, નિર્ણય સિંધુ, વ્રત પર્વ વિવેક બ્રહ્મ વૈવર્ત પુરાણ, તિથી નિર્ણય વગેરે શાસ્ત્રોમાં વર્ણિત સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી હતી.
શાસ્ત્ર મંથન પછી આ વખતે દિવાળી તા. ૧ નવેમ્બરે ઉજવવા અંગે તથા લોકાચાર મુજબ દિવાળી ૩૧ ઓકટોબર ઉજવાશે એ અંગે સહમતિ સધાઈ હતી. બેઠકમાં સમિતિના પ્રમુખ કપિલભાઈ પંડ્યા, ઉપપ્રમુખ ભાવેશભાઈ જાની, મહામંત્રી જીગરભાઈ પંડ્યા, ખજાનચી વૈભવભાઈ વ્યાસ, સહમંત્રી રવિભાઈ જોશી તથા મીડિયા કન્વીનર સચિનભાઈ જોશી સહિતના બ્રાહ્મણો-શાસ્ત્રજ્ઞાતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial