Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા મહાજનના પ્રમુખના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ
સલાયા તા. ૨૪: સલાયામાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૫મી જન્જયંતીની ભવ્ય ઉજવણી માટે જલારામ મંદિરે મિટિંગનું આયોજન કરાયું હતું.
આગામી તારીખ ૮ નવેમ્બરના પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતી છે, જે અનુસંધાને ઉજવણી કરવાની હોય સલાયા લોહાણા મહાજન દ્વારા જલારામ મંદિરે લોહાણા મહાજન પ્રમુખ તેમજ જલારામ મંદિર અન્નક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ લાલની આગેવાનીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં મોટી સંખ્યામાં રઘુવંશીઓ હાજર રહ્યા હતાં અને ચર્ચા-પરામર્શ પછી નક્કી કરાયું હતું, તે મુજબ જલારામ મંદિરે સવારે ૧૧:૩૦ વાગ્યે નૂતન ધ્વજા આરોહણ કરવામાં આવશે. જેની પૂજામાં કિશોરભાઈ લાલ, કીરિટભાઈ બદિયાણી, કિશન બથિયા, કિશોર વિઠ્ઠલાણી બેસશે. તે પછી લોહાણા મહાજનવાડીએ સારસ્વત મહાસ્થાન, સમસ્ત બ્રહ્મસમાજ, રાજગોર સમાજ, સાધુ સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજનું સમૂહ ભોજન રાખવાનું આયોજન છે અને સમસ્ત હિન્દુ સમાજના સમૂહ ભોજનમાં તેમજ ધ્વજા આરોહણમાં પધારવા જલારામ મંદિર અન્નક્ષેત્ર ટ્રસ્ટ તેમજ લોહાણા મહાજન દ્વારા નિમંત્રણ અપાયું છે. આ આયોજનને સફળ બનાવવા જલારામ સેવા સમિતિ જહેમત ઉઠાવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial