Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના હાપા પાસે આવેલા પ્લોટ અંગેના કરાયેલો દાવો નામંજૂર થયો

વાદીને રૂ.૧૦ હજાર દંડ ભરવા અદાલતનો હુકમઃ

જામનગર તા. ર૪: જામનગરના હાપા પાસે આવેલા કરોડો રૂપિયાના નવ પ્લોટ અંગે એક આસામીએ અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો નામંજૂર કરી અદાલતે ખોટો દાવો કરવા બદલ તે આસામીને રૂ.૧૦ હજારનો દંડ ભરવા હુકમ કર્યાે છે.

જામનગરના ધનજી કેશવજી માલદે નામના આસામીએ વર્ષ ૧૯૬૫માં બિનખેતીના ૯ પ્લોટ ખરીદ્યા હતા. તેમના નિધન પછી સીધી લીટીના વારસ દરજ્જે તે પ્લોટનો કબજો વિનોદ ધનજી માલદે વગેરે પાસે છે.

તે દરમિયાન ધનજી માલદેના ભત્રીજા અશ્વિન ચુનીલાલ માલદેએ તે પ્લોટ સંયુક્ત કુટુંબની આવકમાંથી ખરીદવામાં આવ્યા હતા. તેમ જણાવી વિનોદ માલદેને તે પ્લોટ વેચવાનો અધિકાર નથી તેમ જણાવી અદાલતમાં દાવો નોંધાવ્યો હતો. દાવાના નિકાલ સુધી મનાઈહુકમની માગણી પણ કરવામાં આવી હતી.

મનાઈહુકમની અરજી અદાલતે નામંજૂર કરી હતી. તે પછી દાવો ચાલી જતાં અદાલતે તે દાવો નામંજૂર કરી ખોટો દાવો લાવવા બદલ વાદી અશ્વિન ચુનીલાલ માલદેને રૂ.૧૦ હજારનો દંડ ભરવા હુકમ કર્યાે છે. પ્રતિવાદી તરફથી વકીલ આશિષ કણઝારીયા તથા અન્ય પ્રતિવાદી તરફથી વકીલ જે.જે. પરમાર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh