Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપી પક્ષ દ્વારા કરાયેલી દલીલો રાખવામાં આવી ગ્રાહ્યઃ
જામનગર તા. ૨૪: જામનગરના એક શખ્સ સામે સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરવાનો ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરમાં રહેતા રાજુ હરીભાઈ હરિયાણી નામના શખ્સે ગઈ તા.૨૮-૧૨-૨૧ના દિને એક સગીરાનું અપહરણ કર્યાની તે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે સગીરા જે સ્થળે કામ કરવા જતી હતી ત્યાં રાજુ પણ કામ કરતો હતો અને બનાવના દિવસે સગીરા ઘેર આવી ન હતી અને રાજુ પણ ઘેર ન હોવાથી તેની સામે અપહરણની ફરિયાદ કરાઈ હતી.
તપાસ દરમિયાન પોલીસે સગીરા તથા રાજુ હરિયાણીને પકડી લીધા પછી તે સગીરા સાથે છેડછાડ થયાની વિગતો ખૂલી હતી. પોલીસે ચાર્જશીટ કર્યું હતું. તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, સમગ્ર કેસની હકીકત શંકાસ્પદ છે. તે સગીરાના અન્ય સાથે લગ્નની વાતચીત કરાતી હતી પરંતુ તે સગીરા આરોપી સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી તેમ પણ જુબાનીમાં રેકર્ડ પર આવ્યું છે. તે ઉપરાંત રાજકોટ, જુનાગઢ, સોમનાથ વગેરે સ્થળે તેણીને લઈ જવામાં આવી હોવાનું જણાવાયું છે પરંતુ તપાસનીશે આવી કોઈ જગ્યાએ નિવેદન કે પંચનામા કર્યા નથી અને ભોગ બનનાર સગીરા દબાણ આવવાથી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું રેકર્ડ પર આવ્યું ત્યારે તેણીને લલચાવી ફોસલાવી લઈ જવાયાના ગુન્હામાં સજા ન કરી શકાય. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી રાજુ હરજીવન હરિયાણીને છોડી મૂકવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial