Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના સીદસર ગામના ખેડૂતે આર્થિક સંકળામણથી આયખું ટૂંકાવ્યું

બે મહિના પહેલાં જ નોકરી મૂકી ખેતીકામ શરૂ કર્યું હતું:

જામનગર તા. ર૪: જામજોધપુરના સીદસર ગામમાં વસવાટ કરતા એક યુવાને ખાનગી નોકરી મૂકયા પછી ખેતીકામ શરૂ કર્યું હતું. આર્થિક સંકળામણનો સામનો કરતા આ યુવાને ગઈકાલે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધ્યું છે.

જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં દરબારગઢ પાસે રહેતા શક્તિસિંહ ગંભીર સિંહ વાળા નામના બત્રીસ વર્ષના ગરાસિયા યુવાને ગઈકાલે સવારે પોતાના ખેતરે જઈ કોઈ ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ થતા આ યુવાનને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.

આ યુવાનનું ટૂંંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ હરદેવસિંહ વાળાએ પોલીસને જાણ કરી છે. તેઓએ નિવેદનમાં જણાવ્યા મુજબ ખાનગી નોકરી કરતા શક્તિસિંહએ બે મહિના પહેલાં નોકરી છોડી દીધી હતી અને હાલમાં તેઓ ખેતીકામ કરતા હતા. થોડા દિવસથી આર્થિક સંકળામણનો સામનો કરતા શક્તિસિંહે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. જામજોધપુર પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh