Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૪: જામનગરના એડવોકેટ શીતલ બાલકૃષ્ણ ખેતીયાએ સાઈબરક્રાઈમના ફિલ્ડમાં પીએચડીની ડીગ્રી મેળવી પરિવારનું બ્રહ્મસમાજનું તેમજ તેઓના ક્ષેત્રનું ગૌરવ વધાર્યું છે. એ ક્રીમીનોલોજીકલ સ્ટડી ઓફ સાયબરક્રાઈમ એન્ડ લીગલ અવેરનેશ અમોન્ગ ઈન્ટરનેટયુઝર્સ વીથ સ્પેશીયલ રેફરન્સ ટુ ધેયર મોડલ ઓપરેન્ડી ટેકનિકસ વિષય ઉપર રાજસ્થાનની જગદીશપ્રસાદ ઝાબરમાલ ટીંબડેવાલા યુનિવર્સિટીમાંથી સફળતાપૂર્વક સંશોધન પૂર્ણ કર્યું છે અને યુનિવર્સિટીએ પણ ગૌરવ સાથે ડોકટર ઓફ ફીલોસોફીની ડીગ્રી એનાયત કરી છે. તેઓના તલસ્પર્શી અને વિવિધ આયામો અને લીગલ આસ્પેકટસ સાથેના લો બેઈઝ અને સામાજિક રીતે પણ ખૂબ ઉપયોગી શોધનિબંધ યુનિવર્સિટીએ માન્ય રાખ્યો છે તેમજ તે પૂર્વેની જુદી જુદી વિશેષતા અંગેની પરીક્ષામાં એડવોકેટ અને ડોકટોરેટ શીતલએ ડીસ્ટીકંશન માર્કસ મેળવ્યા છે મહત્ત્વનું એ છે કે તાજેતરમાં જ જે કાયદાને રાષ્ટ્રપતિએ મંજુરીની મહોર મારી છે તે કાયદાના સારરૂપ સબ્જેકટમાં તેઓએ પીએચડીની ડીગ્રી મેળવી છે.
કલા-સંસ્કૃતિ અને વિદ્યાના વારસા સાથે એડવોકેટ ડો. શીતલએ પારિવારિક જીવન, સામાજિક જીવન વગેરેનો ખૂબ બારીકાઈથી અભ્યાસ કર્યો છે. તેમજ સંજોગો સાથે સુમેળ સાધી અવિરત પ્રગતિનું ધ્યેય રાખ્યું છે.
હાલના સમયમાં ઈન્ટરનેટના યુઝ સાથે સોશ્યલ મીડિયા ડીઝીટલ વ્યવહારો, એપ્લીકેશન્સ યુસીઝ, ચેટ, એકસચેન્જીસ ઓફ ઈન્ફર્મેશન વગેરે ખૂબ જ વધ્યા છે ત્યારે જુદી જુદી ટેકનિકસ સાથે થતા સાયબર ક્રાઈમના સંદર્ભમાં કાયદાકીય જોગવાઈઓની છણાવટ સાથેનો આ થીસીસ વ્યવસાયકારોને તેમજ નેટયુઝર્સને ખૂબ ઉપયોગી નિવડશે તેમ વિષયના અભ્યાસ ઉપરથી નિષ્ણાતોનું તારણ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial