Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં ઝડપભેર વૃદ્ધોની સંખ્યા વધી રહી હોવાથી યુવા ભારત બાર વર્ષમાં વૃદ્ધ થઈ શકેઃ કેન્દ્રનો રિપોર્ટ

વર્ર્ષ-ર૦૩૬ સુધીમાં યુવાનોની સંખ્યા ઘટીને દેશની કુલ વસ્તીના રર થી ર૩ ટકા જ રહી જશે

નવી દિલ્હી તા. ર૪: ભારતમાં વૃદ્ધોની વસ્તી ઝડપથી વધી રહી છે, તેવા કેન્દ્રના અહેવાલથી ચિંતા વધી છે. ર૦૩૬ સુધીમાં ભારતની વસ્તીમાં યુવાનોની સંખ્યા ઘટીને રર.૭ ટકા થઈ જશે, તેવું "યુથ ઈન ઈન્ડિયા" માં જણાવાયું હોવાથી હાલનું યુવા ભારત બાર વર્ષમાં વૃદ્ધ થઈ જશે તેવું તારણ કરાયું છે.

ભારત યુવાનોના દેશ છે. પરંતુ હવે તાજતેરના જ એક અહેવાલ અનુસાર ભારત હવે ધીમે-ધીમે વૃદ્ધોનો દેશ બની રહ્યો છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ 'યુથ ઈન ઈન્ડિયા-ર૦રર' રિપોર્ટ દર્શાવે છે કે, ભારતમાં વૃદ્ધોની વસ્તી ઝડપથી વધી રહી છે.

આ રિપોર્ટમાં અંદાજ છે કે, ર૦૩૬ સુધીમાં ભારતની વસ્તીમાં યુવાનોની સંખ્યા ઘટીને રર.૭% થઈ જશે.

ગયા વર્ષે જ યુનાઈટેડ નેશન્સે 'ઈન્ડિયા એજિંગ રિપોર્ટ ર૦ર૩' જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ર૦પ૦ સુધીમાં, ભારતની વસ્તીમાં વૃદ્ધોની સંખ્યા ર૦.૮% હશે. આ સ્થિતિમાં ર૦પ૦ સુધીમાં ભારતમાં દર ૧૦૦ માંથી ર૧ લોકો વૃદ્ધ હશે. યુએનનો ઈન્ડિયા વૃદ્ધત્વ અહેવાલ ર૦ર૩ અનુસાર ૧૯૬૧ બાદ ભારતમાં વૃદ્ધોની વસ્તી ઘટી રહી હતી. વર્ષ-ર૦૦૧ સુધી વૃદ્ધોની વસ્તીમાં વધારાની ગતિ ધીમી રહી હતી, પરંતુ તે પછીના સમયખંડમાં તેમાં વધારો થવા લાગ્યો છે.

ભારતમાં વૃદ્ધોની વસ્તી ર૦૧૧-ર૦ર૧ વચ્ચે ૩પ.પ ટકાના દરે વધી હતી, પરંતુ ર૦ર૧ અને ર૦૩૧ વચ્ચે આ દર ૪૦ ટકાથી વધુ રહેવાની ધારણા છે. અહેવાલ અનુસાર ૧-જુલાઈ-ર૦રર સુધીમાં દેશમાં વૃદ્ધોની વસ્તી ૧૪.૯ કરોડ હતી, તે સમયે વસ્તીમાં વૃદ્ધોનો હિસ્સો ૧૦.પ ટકા હતો, પરંતુ ર૦પ૦ સુધીમાં ભારતમાં વૃદ્ધોની સંખ્યા ૩૪.૭ કરોડ થવાનો અંદાજ છે.

જો આમ થશે તો ભારતની વસ્તીના માત્ર ર૦.૮ ટકા જ વૃદ્ધ હશે. આ સદીના અંત સુધીમં એટલે કે ર૧૦૦ સુધીમાં ભારતની ૩૬ ટકાથી વધુની વસ્તી વૃદ્ધો હશે.

અહેવાલ અનુસાર ર૦ર૧ અને ર૦૩૬ વચ્ચે વૃદ્ધોની વસ્તીમાં ઝડપભેર વધારાની ધારણા છે. દક્ષિણ ભારતમાં વૃદ્ધોની વસ્તીમાં ખૂબ જ વધારો થશે, ર૦૩૬ સુધીમાં દર પાંચમાંથી એક વ્યક્તિ વૃદ્ધ હશે. વર્ષ-ર૦૩૬ સુધીમાં ભારતની વસ્તીમાં વૃદ્ધોની હિસ્સેદારી ૧પ ટકા થઈ જવાની ધારણા છે. તેમાંથી દક્ષિણના રાજ્યો અને પંજાબ-હિમાચલ જેવા રાજ્યોમાં વૃદ્ધોની વસ્તી રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે અને આ તફાવત ર૦૩૬ સુધીમાં વધુ વધવાની ધારણા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh