Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બળેવ પર્વની ઉજવણી
જામનગર તા. ર૬: જામનગરના શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ સમાજ દ્વારા બળેવ પર્વ નિમિત્તે તા. ર૮-૮-ર૦ર૬ ના જ્ઞાતિના ભૂદેવો માટે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ તેમજ જ્ઞાતિના વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ, દાતાઓનું સન્માન તથા સમૂહ જ્ઞાતિજનોનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ર૮-૮-ર૦ર૬ ના સવારે ૭ થી ૯ વાગ્યા સુધી યજ્ઞોપવિત નૂતનીકરણ, સવારે ૯ થી ૯-૩૦ વાગ્યા સુધી ફરાળી અલ્પાહાર, સવારે ૧૧ થી ૧ર-૩૦ વાગ્યા સુધી વિદ્યાર્થીઓનું સન્માન, ૧ર-૩૦ થી ૧ સુધી દાતાઓનું સન્માન તથા બપોરે ૧ વાગ્યે જ્ઞાતિજનો માટે સમૂહભોજન (મહાપ્રસાદ) નું આયોજન શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ સમાજ ભવન, નિલકંઠનગર, રણજીતસાગર રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે.
આ સમગ્ર આયોજનમાં દાતાઓ સ્વ. આશાબેન રસીકલાલ જાની, સ્વ. અનંતરાય કરસનદાસ જાની પરિવાર, પરાગભાઈ મહેશભાઈ ત્રિવેદી, સ્વ. વૃજલાલ જોષી પરિવાર (હસ્તે ખીમનલાલ જોષી), રાજેનભાઈ છોટાલાલ જાની, પ્રતાપરાય ત્રિવેદી તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial