Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસની સતર્ક નજરઃ
સિટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા જામનગરના મોહનનગર આવાસ, લાલવાડી આવાસ, કૌશલનગર આવાસ, જૂના લાલવાડી આવાસ અને સાધના કોલોની આવાસ સહિતના વિવિધ આવાસ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી શંકાસ્પદ હિલચાલ, ગેરકાયદે પ્રવૃત્તિઓ, રોમિયોગીરી કરતા શખ્સો તેમજ બહારથી આવીને વસવાટ કરતા લોકો અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી. ઉપરાંત પોલીસ ચોપડે નોંધાયેલા લીસ્ટેડ બુટલેગરોના રહેણાંક સ્થળોની પણ તપાસ કરવામાં આવી હતી. સમગ્ર કામગીરીનો મુખ્ય હેતુ આવાસ આવાસ વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા જળવાય રહે, અસામાજિક તત્ત્વો પર નજર રાખી શકાય, સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બને તેવો હતો. આ કામગીરીમાં પીઆઈ વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.આર. ગામેતી, વી.આર. જોરીયા, એચ.વી. રોએલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસે આ વિસ્તારોમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો પોલીસને તરત જ જાણ કરવાની અપીલ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial