Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શનઃ
ખંભાળીયા તા. ર૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મોસમનો કુલ વરસાદ માત્ર ૬ ટકા જ પડ્યો હોય, દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરવાની સાથે કોંગ્રેસ દ્વારા દ્વારકા જિલ્લાના સૌથી મોટા કલ્યાણપુરના વર્ષો પછી બનેલા અને અને પાણી ભરવા આ વર્ષે શરૂ થવાનું હતું, ત્યારે વરસાદ નહીં આવતા આ ડેમ સુક્કો ભઠ્ઠ થઈ ગયો છે, તે સાની ડેમમાં ક્રિકેટ ટુર્નામેન્ટ 'દુષ્કાળગ્રસ્ત કપ'નું અનોખું આયોજન વિરોધના ભાગરૂપે કરવામાં આવ્યું છે.
દ્વારકા જિલ્લાને તાકીદે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, જિલ્લાના તમામ ડેમોને નર્મદાના પાણીથી ભરવાની માંગણી સાથે વિરોધને અનોખી રીતે પ્રદર્શન કરવા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ છે. જે તા. ૩૦-૮-ર૦ર૬ ના બપોરે ચાલુ થશે. જેમાં દ્વારકા જિલ્લાના કોઈપણ ગામના ખેલાડીઓ ભાગ લઈ શકશે તથા ર૮-૮-ર૦ર૬ સુધીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
વિજેતા ટીમને રૂ।. રપ હજાર તથા રનર્સઅપને રૂ।. ૧૧ હજારનો રોકડ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. જે જિલ્લા કોંગ્રેસ સમિતિ આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાની ડેમ પણ નર્મદાની સૌની યોજનામાંથી ભરવા સરકારે સહમતી આપી છે, પણ હજુ સુધી પાણી ત્યાં ના પહોંચ્યું હોય, પાણીથી ડેમ ભરવાની માંગણીઓને આ વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial