Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકાન માલિકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયાઃ
જામનગર તા. ૨૬: જામનગર નજીકના દરેડ ગામના મસીતીયા રોડ પર વસવાટ કરતા એક આસામીએ પોતાનું મકાન એક શખ્સને ભાડે આપ્યા પછી ભાડૂત લાઈટ બીલ સમયસર ભરતો ન હોવાથી મકાન માલિકે કહેતા ભાડુ સહિતના ત્રણે પાઈપથી હુમલો કરવા ઉપરાંત જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર દરેડ ગામમાં ઈન્દિરા કોલોનીમાં વસવાટ કરતા ધર્મેન્દ્રભાઈ માધવજીભાઈ પરમાર નામના આસામીએ ચારેક મહિના પહેલાં દરેડના રાજેશ ભૂપતભાઈ કાપડી નામના શખ્સને મકાન ભાડે આપ્યા પછી ત્યાં આવતું લાઈટ બીલ રાજેશ કાપડી સમયસર ભરતો ન હોવાની ધર્મેન્દ્રભાઈને જાણ થઈ હતી.
આ બાબતે ધર્મેન્દ્રભાઈએ ફોન કરીને રાજેશ કાપડીને કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે પછી ગયા રવિવારે રાત્રે જીજે-૧૦-ટીઝેડ ૪૩૩૧ નંબરની રિક્ષામાં રાજેશ કાપડી, ધાર્મિક શૈલેષભાઈ ગોંડલીયા, મનોજ શૈલેષભાઈ ગોંડલીયા નામના ત્રણ શખ્સ ધર્મેન્દ્રભાઈના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં ઉભા રહી ગાળો બોલતા હતા. આ વેળાએ ધર્મેન્દ્રભાઈ ઘરની બહાર નીકળતા ત્રણેય શખ્સે લાઈટ બીલ નથી ભરવું, તારાથી થાય તે કરી લેજે તેમ કહી ગાળો ભાંડ્યા પછી ધર્મેન્દ્રભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા શબ્દો ઉચ્ચારી પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial