Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ગઢડાના શખ્સે ગાંજો આપ્યાની કબૂલાતઃ
જામનગર તા. ૨૬: ધોરાજી પાસેથી એસઓજીએ બે મહિલા સહિત ત્રણને ૯૬૪ ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યા છે. આ વ્યક્તિઓએ બોટાદના ગઢડા ગામના શખ્સે જામનગરમાં ગાંજો આપ્યો હોવાની કબૂલાત આપી છે.
ધોરાજીમાં ગઈકાલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં જામકંડોરણાથી ધોરાજી તરફ જવાના રસ્તા પરથી એક અર્ટીગા મોટર શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. આ મોટરની તલાશી લેવાતા તેમાંથી ધોરાજીના હવાબાઈ ઉર્ફે નઝમા ઈકબાલ ગરાણા, ઉપલેટાના રૂમાના યુસુફભાઈ નામના બે મહિલા તથા મકસુદ મહંમદ ગરાણા મળી આવ્યા હતા.
આ વ્યક્તિઓની તલાશી લેવામાં આવતા ૯૬૪ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એસઓજીએ ગાંજો કબજે કરી બે મોબાઈલ તથા મોટર ઝબ્બે લીધા છે. આ વ્યક્તિઓની પૂછપરછ કરાતા બોટાદના ગઢડા ગામના સાજીદ ઉર્ફે ભીખા તરકવાડીયા નામના શખ્સે ગાંજાનો આ જથ્થો જામનગરમાં આપ્યો હોવાની કબૂલાત મળી છે. સાજીદની શોધ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial