Advertisement
Author: નોબત સમાચાર

જુનાગઢની નોલેબ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી તથા પ્રોફેસર સામે સીબીઆઈમાં કરાયો કેસ

રૂ।.૧૦ લાખની લાંચની ઓફરનો આક્ષેપઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જુનાગઢની આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી તથા પ્રોફેસર સામે સીબીઆઈ સમક્ષ કેસ કરવામાં આવ્યો છે. આ બંને વ્યક્તિએ એક મહિલા તબીબને રૂ।.૧૦ લાખની લાંચની ઓફર કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જુનાગઢમાં આવેલી નોબેલ આયુર્વેદિક કોલેજમાં બોગસ શિક્ષકોને કાયદેસર ઠેરવવા અને સાનુકૂળ રિપોર્ટ આપવા માટે રૂ।.૧૦ લાખની લાંચ આપવાના પ્રયાસ બદલ કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી અને પ્રોફેસર ડો. અભય નાલવડે સામે દિલ્હીમાં સીબીઆઈ સમક્ષ મહિલા પ્રોફેસર ડો. રૂપાલી આર. મહાદીકે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો છે.

ગયા શનિવારે આ તબીબે ઉપરોક્ત ફરિયાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન સમક્ષ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ નેશનલ કમીશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસીનની હિયરીંગ કમિટીના એક સભ્યને નોબેલ આયુર્વેદિક કોલેજના ૧૩ શિક્ષકોની ચકાસણીની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ શિક્ષકો માત્ર કાગળ પર જ કામ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. તે પછી ડો. રૂપાલીએ એનસીઆઈએસએમના પ્રેસીડેન્ટ ડો. મુકુલ પટેલને તેની વાત કરતા ડો. મુકુલે વધુ પુરાવા એકઠા કરવા કહ્યું હતું. તે પછી નેટ કોલમાં ડો. રૂપાલીને રૂ।.૧૦ લાખની લાંચની ઓફર કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh