Advertisement
Author: નોબત સમાચાર

સિક્કાના નાની ખાવડી રોડ પર બાઈક સાથે કેમ્પર ટકરાઈ પડતા પગ ભાંગ્યો

સ્ટુડિયો ચલાવતા યુવાનને ગંભીર ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના સિક્કામાં રહેતા અને સ્ટુડિયો ચલાવતા યુવાન ગઈકાલે રાત્રે સ્ટુડિયો બંધ કરીને ઘર તરફ જવા નીકળ્યા ત્યારે નાની ખાવડી રોડ પર એક બોલેરો કેમ્પરે તેઓને ઠોકર મારી દેતા આ યુવાનના જમણા પગનું ઘુંટણ નીચેનું હાડકુ ભાંગી ગયું છે. તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર તાલુકાના સિક્કામાં ગોકુલપુરીમાં વસવાટ કરતા અને સ્ટુડિયો ચલાવતા દેવેન્દ્રભાઈ દિનેશભાઈ જાદવ નામના યુવાન ગઈકાલે રાત્રે નવેક વાગ્યે સ્ટુડિયો બંધ કરી ઘર તરફ જવા માટે જીજે-૧૦-બીએમ ૫૨૬૯ નંબરના બાઈક પર નીકળ્યા હતા.

તેઓ જ્યારે તળાવ પાસેના ખૂણા નજીક પહોંચ્યા ત્યારે એમએચ-ર-એફજી ૪૭૫૪ નંબરની બોલેરો કેમ્પર ધસી આવી હતી. તેના ચાલકે સામેથી આવી ચઢી બાઈક સાથે અકસ્માત સર્જતા દેવેન્દ્રભાઈનો પગ ભાંગી ગયો છે. સારવારમાં ખસેડાયેલા દેવેન્દ્રભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh