Advertisement
Author: નોબત સમાચાર

અલીયામાં મકાનની અગાસી પરથી મળી આવ્યા ઈંગ્લીશ દારૂના બત્રીસ ચપલા

આરોપીની પોલીસ દ્વારા શોધખોળઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના અલીયા ગામમાં એક શખ્સના મકાનમાં ગઈકાલે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા અગાસીમાંથી દારૂના ૩ર ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી આરોપીની શોધ આદરી છે.

જામનગર તાલુકાના અલીયા ગામમાં એક શખસના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ૫ડ્યો હોવાની બાતમી પરથી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈકાલે અલીયા ગામમાં વિરાણી ચોકમાં આવેલા અજય રામાભાઈ મકવાણા નામના શખ્સના મકાનમાં તલાશી લીધી હતી.

આ મકાનની અગાસી પર રાખવામાં આવેલા ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૩ર ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી નાસી ગયેલા અજય રામાભાઈની શોધ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh