Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં રૂ।. ૩.૩૬ લાખ હેકટરમાં વાવેતરઃ પંદર દિ'થી વરસાદનો છાંટો યે નહીં...

ખુદ ખેતીવાડી ખાતાએ વ્યકત કરી ચિંતા !

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર શહેર અને જિલ્લામાં પખવાડિયાથી વરસાદનો એક પણ છાંટો નહીં પડતાં શહેરીજનો અને ખેડૂતો ચિંતાતુર થયા છે. આગામી સપ્તાહમાં સારો વરસાદ નહીં પડે તો જામનગર જિલ્લાના ખરીફ પાકને નુકસાની થવાની ભીતિ છે. જિલ્લામાં ૩.૩૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે. મગફળી અને કપાસના પાક માટે વરસાદ અત્યંત જરૂરી છે. ત્યારે ખુદ સરકારનું ખેતીવાડી ખાતુ જ દ્વિધામાં મુકાયુ છે !

જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ચાલુ ચોમાસામાં વરસાદની અછત સર્જાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં છેલ્લા એક પખવાડિયાથી વરસાદના એક છાંટો પણ પડ્યો નથી, અને ઓગસ્ટ મહિનો કોરો ધાકોડ રહૃાો છે અત્યાર સુધી નોંધાયેલો વરસાદ જરૂરિયાત કરતાં ઓછો હોવાથી ખરીફ પાકના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. આગામી એક સપ્તાહ દરમિયાન સારો વરસાદ નહીં થાય તો પાણીના અન્ય સ્ત્રોત વિનાના ખેતરોમાં ઉભા પાકને નુકસાની થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જામનગર જિલ્લામાં ચાલુ ખરીફ સિઝનમાં કુલ ૩,૩૬,૯૮૯ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં મુખ્યત્વે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવે છે. ખેતીવાડી વિભાગના આંકડા મુજબ ૨,૧૬,૯૨૬ હેક્ટરમાં મગફળી તેમજ ૮૯,૬૨૭ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે.

જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે અને ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો કોઈ વૈકલ્પિક સ્ત્રોત ઉપલબ્ધ નહીં હોય તો વાવેતર કરેલા પાકને નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

ચોમાસાની ઋતુનો મોટો સમય વીતી જવા છતાં જામનગર જિલ્લામાં મોસમનો કુલ વરસાદ માત્ર આશરે ૨૭ ટકા જેટલો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. વરસાદની સતત અછતને કારણે માત્ર ખેતી જ નહીં, પરંતુ આગામી સમયમાં પીવાના પાણી સહિતની પાણીની સમસ્યા પણ ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ ખેડૂતોની નજર આકાશ તરફ મંડાઈ છે અને આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી આશા સાથે ખેડૂતો ચિંતિત બન્યા છે. આગામી સપ્તાહનો વરસાદ થાય તો જામનગર જિલ્લાના ખરીફ પાક માટે નિર્ણાયક બની શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh