Advertisement
Author: નોબત સમાચાર

રક્તદાનથી એકત્રિત થયેલું લાખો યુનિટ લોહી એક્સપાયર થતું હોવાના ચોંકાવનારા આંકડા

જામનગરના જાગૃત નાગરિકોનો જીવ બળે છે...

                                                                                                                                                                                                      

દિલ્હીથી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રક્તદાન અંગેના આંકડાઓ જાહેર થયા છે, જે મુજબ વર્ષ ર૦ર૩-રપ વચ્ચે ભારતમાં ૧૧,૬૯પ લાખથી ૧પ,૭૧૪ લાખ યુનિટનો થયું છેે. આ સમયમાં નાકામ થઈ ગયેલ લોહી અને બ્લડ કોમ્પોનેન્ટેસ ૮ લાખથી વધી ૧૭.૪૩ લાખ યુનિટ થયું છે. માત્ર એકસ્પાયરી ડેટના કારણે ૪૬ ટકા લોહી ડીસ્કાર્ડ થયું છે.

આમ રક્તદાતાના લોહીનો જથ્થો નકામો બની જાય ત્યાં સુધી તેનો ઉપયોગ થાય નહીં તો શા માટે વધારે માત્રામાં લોહીનો જથ્થો એકત્ર થાય છે.

રક્તસંગ્રહમાં ગુજરાત ત્રીજા નંબરે છે. હકીકતે વાસ્તવિક માંગ મુજબ જ લોહી એકત્ર કરવું જોઈએ, અને સંગ્રહ સ્થાને લોહી એક્સ્પાયર થાય ત્યાં સુધી રાખવાના બદલે તેને અન્ય જરૂરતવાળા કેન્દ્રમાં મોકલી આપી તેનો સદ્ઉપયોગ કરવો જોઈએ.

રક્તદાતાના નામ-સરનામા, મોબાઈલ નંબર સાથે રજિસ્ટર નિભાવવું જોઈે અને જરૂર પડે ફોન કરવાથી આવા દાતા તાત્કાલિક પહોંચી રક્તદાન કરે આથી લોહીના જથ્થાનો બગાડ અટકી શકે. તેમ જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સમાજસેવક નટુભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh