Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગણતરીની કલાકોમાં બાઈકચોરીનો ભેદ ઉકેલાયોઃ
જામનગર તા. ૨૬: જામનગરમાંથી ચોરાયેલા એક મોટરસાયકલ સાથે ગઈકાલે બે શખ્સને સિટી એ ડિવિઝનના સ્ટાફે પકડી પાડી અનડીટેક્ટ વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારથી દરબારગઢ તરફ નંબર પ્લેટ વગરના બાઈક પર બે શખ્સ જતાં હોવાની અને આ બાઈક ચોરીનું હોવાની બાતમી પરથી ગઈકાલે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખી હતી.
તે દરમિયાન બાઈક પર જઈ રહેલા રંગમતી સોસાયટીમાં રહેતા તૌફીક દાઉદભાઈ જખરા તથા રબાની પાર્કની શેરી નં.૭માં રહેતા રેહાન હારૂનભાઈ બ્લોચ નામના બે શખ્સને રોકી લેવામાં આવ્યા હતા. તેઓની પાસે રહેલા જીજે-૧૦-સીસી ૧૧૮૫ નંબરના બાઈક અંગે પૂછપરછ કરાતા આ શખ્સોએ ઉપરોક્ત બાઈક ચોરીનું હોવાની કબૂલાત કરી છે. પોલીસે રૂ।.૨૦ હજારનું બાઈક કબજે લીધુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial