Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના સણોસરામાં મોડીરાત્રે ગંજીપાના વડે જુગાર રમતા સાત શખ્સ ઝડપાઈ ગયા

ખાયડી ગામમાંથી પાંચ પત્તાપ્રેમી પકડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા સાત શખ્સ રૂ।.૧૪૬૦૦ સાથે ઝડપાયા છે. લાલપુરના ખાયડી ગામમાંથી પાંચ પત્તાપ્રેમી રૂ।.૧૪૭૦૦ સાથે પકડાઈ ગયા છે.

ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી ધ્રોલ પોલીસે પોમલા વાસવાળી શેરીમાં દરોડો પાડ્યો હતો. ત્યાં ગંજીપાના વડે જુગાર રમતા રમેશભાઈ બિજલભાઈ ડાભી, મેરાભાઈ વાલજીભાઈ ડાભી, દિનેશ નાથાભાઈ વાઘેલા ઉર્ફે મિથુન, અરજણભાઈ વાલજીભાઈ ડાભી, કુલદીપસિંહ કૃષ્ણસિંહ જાડેજા, નવઘણ આંબાભાઈ ઝાપડા, ભરતભાઈ સામતભાઈ ઝાપડા નામના સાત શખ્સ રૂ।.૧૪૬૦૦ સાથે ઝડપાઈ ગયા હતા.

લાલપુર તાલુકાના ખાયડી ગામમાં સુરીપટ સીમ વિસ્તારમાં ગઈરાત્રે લાલપુર પોલીસે પાડેલા દરોડામાં રાજેશ જગાભાઈ નાંગેશ, ભરત અરજણભાઈ ડાંગર, દેવાયત પુંજાભાઈ રાવલીયા, જયેશ દેવાભાઈ બંધીયા, નિલેશ પરબતભાઈ મારીયા નામના પાંચ શખ્સ તીનપત્તી રમતા પકાડઈ ગયા હતા. પટમાંથી રૂ।.૧૪૭૦૦ કબજે કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh