Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક્સપાયરી ડેટ પછી ર૧ દિવસે દૂધ મોકલાવાયું!
જામનગર તા. ૨૬: જામનગરના એક મહિલાએ આઠેક મહિના પહેલાં બ્લીનકીટમાંથી સામાન મંગાવ્યો હતો. જેમાં બાળકો માટેના દૂધની પાંચ બોટલ પણ હતી. તે બોટલમાં લખેલી એક્સપાયર ડેટ પછી ર૧ દિવસ વિત્યે તે દૂધ બ્લીનકીટ દ્વારા આપવામાં આવ્યું હતું. તેથી ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. રૂ।.૧૦૦ની કિંમતના દૂધ અંગે ફોરમે રૂ।.૧ લાખ વળતર પેટે ચૂકવવાનો બ્લીનકીટને હુકમ કર્યાે છે.
જામનગરના પ્રજ્ઞાબેન વિમલભાઈ ગઢવી નામના મહિલાએ ગઈ તા.૬-૧ર-રપના દિને બ્લીનકીટમાંથી કેટલાક સામાનની ખરીદી કરી હતી. જેમાં બાળકો માટે પાંચ બોટલ દૂધનો પણ ઓર્ડર કરવામાં આવ્યો હતો.
તે સામાનની ડિલિવરી બ્લીનકીટ દ્વારા કરવામાં આવ્યા પછી તે દૂધ બાળકોને પીવા આપતા પહેલા પ્રજ્ઞાબેને તેની તારીખ ચેક કરતા તા.૬-૧૦ના દિવસે ઉત્પાદિત કરાયેલા આ દૂધની એક્સપાયર તા.૧પ-૧૧ હોવાનું અને પ્રજ્ઞાબેનને તે દૂધ તા.૬-૧રના દિને ડિલિવર કરાયું હોવાનું ખૂલ્યું હતું.
ઉપરોક્ત બાબતે પ્રજ્ઞાબેને બ્લીનકીટ કંપનીને જાણ કર્યા પછી યોગ્ય પ્રત્યુત્તર ન મળતા ગ્રાહક ફોરમમાં તેની ફરિયાદ કરવામાં આવી હતી. ફોરમે રૂ।.૧ લાખ વળતર પેટે ચૂકવી આપવા અને રૂ।.૧૦ હજાર ફરિયાદ ખર્ચના અલગથી આપવા બ્લીનકીટને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial