Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિકાવામાં બેભાન બની ગયા પછી પરિણીતાનું મૃત્યુઃ
જામનગર તા. ૨૬: કાલાવડના નિકાવા ગામમાં વસવાટ કરતા એક પરિણીતા સોમવારે ઘાસ કાપતા હતા ત્યારે બેભાન બની જતાં દવાખાને લઈ જવાયા હતા. આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કોઈ અગમ્ય કારણથી દ્વારકાના ટોબર ગામના પ્રૌઢે વરવાળા ગામ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા સોનલબેન રસીકભાઈ વાજલીયા (ઉ.વ.૩ર) નામના પરિણીતા ગયા સોમવારે બપોરે દોઢેક વાગ્યે નિકાવામાં નદીના સામાકાંઠે ઘાસ કાપતા હતા ત્યારે બેભાન બની ગયા હતા.
ઢળી પડેલા આ મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા પછી તેણીનું મૃત્યુ નિપજ્યું છે. પતિ રસીકભાઈ નથુભાઈ વાજલીયાએ પોલીસને જાણ કરી છે.
દ્વારકા તાલુકાના ટોબર ગામના ટપુભા જખરાભા કેર (ઉ.વ.પ૪) નામના પ્રૌઢ સોમવારની રાત્રે સાડા બારેક વાગ્યે વરવાળા ગામ પાસે ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક પુલ પર પહોંચ્યા હતા. ત્યાં આવેલા રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ ત્યારે ટપુભાએ તેની હેઠળ પડતું મૂક્યું હતું.
ટ્રેનના તોતિંગ પૈડાં નીચે ચગદાઈ જતાં ટપુભાના મ્હોંનો જડબાનો ભાગ કપાઈ જવા ઉપરાંત માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેઓનું મૃત્યુ નિપજ્યાનું હઠીયાભા ટપુભાએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial