Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા તા.ના લાલપરડા ગામમાં ખેડૂતે મગફળીના ઉભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવ્યું !

ખેડૂતોની પાયમાલી...!: વરસાદના અભાવે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ર૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાના બે માસ પૂર્ણ થવા આવ્યા ત્યાં સુધી મોસમનો કુલ ૬ ટકા જ વરસાદ પડ્યો હોય, સતત વીસ વર્ષથી દરવર્ષે નિયમિત અને ક્યારેક પાછળથી પણ વરસાદ સરભર કરતો હોય, પાણી તથા વરસાદને ધ્યાને લઈને પાકનું વાવેતર કરનારા મુશ્કેલીમાં મૂકાયા છે.

ખંભાળીયા તાલુકાના લાલપરડા ગામે રહેતા ડુવા મશરીભાઈ આહિર નામના ખેડૂતે બે-અઢી માસ પહેલા ખેતરમાં મગફળી વાવી હતી. જે પછી વરસાદ જ નહીં થતા તથા તેમના બોરનું પાણી ખલાસ થઈ જવાથી મગફળીના પાકને પાણી મળે તેવું ન હોય, મગફળીના લીલાછમ ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવીને પાકને કાઢી નાખ્યો હતો.

પાક લીલાછમને ફરજિયાત પાણીના અભાવે ટ્રેક્ટર ફેરવી કાઢવો પડ્યો હોય, ખેડૂત મશરીભાઈએ વેદના વ્યક્ત કરીને હવે બાકીના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચાડવા તથા ઘાસચારાની વ્યવસ્થા સરકાર કરે તેવી માંગણી કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh