Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના ભોજાબેડીમાં ગેરકાયદેસર રીતે ખોદી કઢાયેલા લાઈમસ્ટોનના જથ્થા સાથેના બે ટ્રક ઝડપાયા

રૂ।.૧ કરોડ ૪૦ લાખનો મુદ્દામાલ સીઝ કરતી રાજકોટ રેન્જ ટીમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામજોધપુરના ભોજાબેડી ગામમાં એક આસામીના લીઝના સ્થળ પાસેથી ગેરકાયદેસર રીતે લાઈમસ્ટોન ખોદી કાઢી તેનું વહન કરાતંુ હોવાની બાતમી પરથી રાજકોટ રેન્જના આઈજીની ટીમે દરોડો પાડી ચાર શખ્સને બે ટ્રક તથા બે હિટાચી મશીન સાથે દબોચી લઈ રૂ।.૧ કરોડ ૪૦ લાખનો મુદ્દામાલ સીઝ કર્યાે છે.

જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં એક આસામીના લીઝના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે લાઈમસ્ટોન કાઢી તેનું વહન કરાતું હોવાની બાતમી રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની ટીમના પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, વનરાજ મકવાણા, મિતેશ પટેલ, કમલેશ રબારી, વિપુલ મોરી, નવલદાન ગઢવી, પરેશ સાંજવા, ધર્મેન્દ્રને મળતા ગઈકાલે ચકાસણી કરવામાં આવી હતી.

તે દરમિયાન શેઠવડાળા પાસેના ભોજાબેડી ગામમાં લખમણભાઈ દેવશીભાઈ ચાવડા નામના આસામીના લીઝના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ-લાઈમસ્ટોન ભરીને જતા બે ટ્રક મળી આવ્યા હતા.

પોરબંદરના કુતિયાણાના ડ્રાઈવર પિયુષ કારાભાઈ રાઠોડ, રોહિત રણછોડભાઈ નામના બે શખ્સના કબજામાંથી જીજે-૩-બીડબલ્યુ ૮૬૦૪ તથા જીજે-૩-સીયુ ૯૮૭૫ નંબરના બે ટ્રક અને બે હિટાચી મશીન ચલાવતા રાજુ બ્રિજબિહારી યાદવ, મોતીલાલ ગોવિંદ યાદવ નામના બે શખ્સ સહિત ચાર વ્યક્તિ મળી આવ્યા હતા. ખાણખનીજની ટીમે બોલાવી લઈ રેન્જ આઈજીની ટીમે બે ટ્રક, બે હિટાચી મશીન, લાઈમસ્ટોનનો જથ્થો મળી કુલ રૂ।.૧ કરોડ ૪૦ લાખનો મુદ્દામાલ સીઝ કર્યાે છે. શેઠવડાળા પોલીસને તેની જાણ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh