Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: જામનગરમાં ગીતા વિદ્યાલયનો ૭૭ મો સ્થાપના દિન તુલસી જયંતિના ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા તુલસીદાસજીની છબિને ફૂલહાર પહેરાવી કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રિન્સિપાલ રામગોપાલ મિશ્રા તથા પ્રિન્સિપાલ સંજયભાઈ ભાતેલિયા તેમજ અતિથિ વિશેષ તરીકે ગીતા વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી ભાગવત કથાકાર પૂજ્ય કેતનભાઇ પુંજાણી ઉપસ્થિત રહૃાા હતા.
બાળકો દ્વારા ગીતા પાઠ રામચરિત માનસની ચોપાઈ તથા સ્તોત્રનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું. સંસ્થાની સ્થાપના તથા પ્રવૃત્તિ વિશેની માહિતી આપવામાં આવી હતી. મુખ્ય મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપી બાળકોને ભવિષ્ય માટે શુભ સંદેશ આપ્યો હતો. કેતનભાઇ પુંજાણીએ ગીતા વિદ્યાલયના પોતાના જુના સંસ્મરણો તથા ગુરૂજી વિશેના પ્રસંગો રજૂ કર્યા હતા.
સ્થાપના દિન નિમિત્તે સંસ્થા દ્વારા બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરેલ તેમાં ઉત્તીર્ણ થયેલા બાળકોને દાતાઓ તરફથી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમને પૂ. કેતનભાઇ પુંજાણી અને પ્રફુલ્લાબેન દ્વારા વાજિંત્ર સાથે ધૂન બોલાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં બાળકોના માતા-પિતા તથા વાલી ઓ અને ગીતા વિદ્યાલયના જુના વિદ્યાર્થી કાર્યકરો તથા શહેરના ભાવિક ભક્તજનોએ હાજરી આપી હતી. ગીતા વિદ્યાલયના વરિષ્ઠ ટ્રસ્ટી ઉમેદભાઈ જેઠવા તથા વિનોદભાઈ છત્રાલિયા પ્રફુલાબેન ઠાકોર, જેન્તીભાઈ, હરીશભાઈ તથા અન્ય કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial