Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧,૮૦,૪૦૦ના વાયરની આઠ મહિનામાં ઉઠાંતરીઃ
જામનગર તા. ૨૬: જામનગર નજીકના સિક્કામાં વીજ કંપનીના થાંભલાઓમાંથી આઠ મહિનાના સમયમાં રૂ।.૧,૮૦,૪૦૦ની કિંમતના જુદા જુદા ત્રણ પ્રકારના વાયરની ચોરી થયાની વીજ કંપનીના ડે. એન્જિનિયરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામના સોલ્ટ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા ઉભા કરવામાં આવેલા ઈલેકટ્રીક થાંભલામાંથી નીકળતા એલટી ટાઈપના વાયરમાંથી ગઈ તા.૨૦ ડિસેમ્બરથી તા.૨૫ ઓગસ્ટ સુધીમાં ૫૪૦૦ મીટર વીજવાયર કોઈ શખ્સો કાપી ગયા છે.
તે ઉપરાંત ૧૧ કેવીની વીજલાઈનના સાત ગાળાનો એલ્યુમિનિયમનો એચ-ટી ટાઈપનો વાયર લગાડવામાં આવ્યો હતો તેમાંથી ૮૪૦ મીટર વાયર કાપીને ચોરી જવાયો છે. તે ઉપરાંત સાત મીટર, એક્સ એલપીઈ ટાઈપનો વાયર પણ ચોરાઈ ગયો છે. કુલ રૂ।.૧,૮૦,૪૦૦ની કિંમતના ઉપરોક્ત વાયરની ચોરી અંગે સિક્કાના ડેપ્યુટી ઈન્જિનિયર અમિત રમેશભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial