Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઊંડ-૪ અને આજી-૪ ડેમમાંથી પાણી છોડવા માંગઃ
જામનગર તા. ર૬: કાલાવડ વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ કાલાવડ, જોડિયા અને મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અને પ્રજાજનોને સતાવતા સિંચાઈ તથા પીવાના પાણીના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને સત્તાવાર પત્રો પાઠવીને રૂબરૂ રજૂઆત કરી છે.
કાલાવડ તાલુકામાં હાલ પાણીની ગંભીર અછત સર્જાઈ હોવાનું જણાવીને ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે સૌની યોજના મારફતે ઊંડ-૪ ડેમમાં પાણી ઠાલવી ડેમના એચ.આર. ગેટ મારફત નદીમાં પાણી છોડવા રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત જોડિયા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે ૫ૂરતુ પાણી મળી રહે તે હેતુથી આજી-૪ ડેમમાંથી પાણી છોડવા અંગે પણ જળસંપત્તિ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ મોરબી તાલુકાના ખેતી આધારિત અને પછાત વિસ્તારોના પ્રશ્નો પણ મંત્રી સમક્ષ રજૂ કર્યા હતાં. મોરબી તાલુકાના ઉટબેટ શામપર, ફડસર, રામપર-પાડાબેકર, બેલા (આ), આમરણ, જીવાપર (આ), બાદનપર (આ), ફાટસર, કેરાળી, ખારચિયા, અને રાજપર (કં) સહિતના કુલ ૧૧ ગામોના તળાવો ભરવા અને ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબધ કરાવવા આ ગામોને ડેમી-ર યોજના હેઠળ આવરી લેવા માંગ કરવામાં આવી છે.
વર્તમાન સમયમાં વરસાદની અછતને કારણે ખેડૂતોના ઊભા પાક સામે નુક્સાનીનું સંકટ ઊભું થયું હોવાથી આ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી ધારાસભ્ય દ્વારા જળસંપત્તિ મંત્રીને ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial