Advertisement
Author: નોબત સમાચાર

રક્ષાબંધન પર્વે ગુરૂ-શુક્રવારે રાખડી બાંધવાના શુભમુહૂર્તો

પંચાંગ અને નાડી ગણતરી મુજબ નિવૃત્ત આચાર્યનું તારણઃ

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૨૬: આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે ભદ્રાના સમય અને રાખડી બાંધવાના શ્રેષ્ઠ મુહૂર્ત અંગે સમાજમાં રહેલી દ્વિધા દૂર કરતા ધ્રોલ સ્થિત ખારવા શાળાના નિવૃત્ત આચાર્ય ચંપકલાલ કે. દવે દ્વારા શાસ્ત્રોક્ત વિગતો સ્પષ્ટ કરવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્ર આધારિત 'બાલબોધ જ્યોતિષ સાર' અનુસાર જ્યારે ચંદ્ર મકર રાશિમાં હોય ત્યારે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં રહે છે, જેથી તેનો દોષ પૃથ્વી પર લાગતો નથી અને તે ધન-સુખ આપનારી બને છે. ગુરૂવારની ભદ્રા 'પુણ્યવતી' ગણાતી હોવાથી તારીખ ૨૭/૦૮/૨૦૨૬ના સમગ્ર દિવસ દરમિયાન નિર્વિઘ્ને રક્ષાબંધનની ઉજવણી કરી શકાય છે.

પંચાંગ અને નક્ષત્ર નાડી ગણતરી મુજબ તા. ૨૭/૦૮/૨૦૨૬ ગુરૂવારના સવારે ૦૯:૧૨ થી ૧૧ અને સાંજે ૦૫:૧૨ થી ૬ કલાક સુધી રાખડી બાંધવા માટેના ઉત્તમ મુહૂર્ત રહેશે. આ ઉપરાંત બીજા દિવસે તા. ૨૮/૦૮/૨૦૨૬ શુક્રવારે પૂર્ણિમા સવારે ૦૯:૪૯ વાગ્યે પૂર્ણ થતી હોવાથી સવારે ૦૬:૦૦ થી ૦૮:૨૪ અને સવારે ૦૯:૩૬ થી ૦૯:૪૯ સુધી પણ રાખડી બાંધવાનું શ્રેષ્ઠ મુહૂર્ત છે, જેની સર્વ ધર્મપ્રેમી જનતાને નિવૃત્ત આચાર્ય ચંપકલાલ કે. દવેએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh