Advertisement
Author: નોબત સમાચાર

સિક્કામાં રહેતા સાત સાસરિયાએ ત્રાસ આપ્યાની પરિણીતાની રાવ

ચાર વર્ષ પહેલાં થયા હતા લગ્નઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના ઢીંચડા રોડ પર રહેતા એક યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલાં સિક્કામાં થયા પછી પતિ સહિતના સાત સાસરિયાએ ત્રાસ આપી મારકૂટ કરવા ઉપરાંત ધમકી આપતા આ પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર નજીકના ઢીંચડા રોડ પર બળદેવનગરની શેરી નં.૧માં રહેતા આશાબેન જેસાભાઈ લુણા (ઉ.વ.ર૪) નામના યુવતીના લગ્ન વર્ષ ૨૦૨૨માં સિક્કાની પંચવટી સોસાયટીમાં રહેતા અરજણભાઈ પેથાભાઈ ગઢવી સાથે થયા હતા.

લગ્ન પછી પતિ અરજણભાઈ તેમજ સસરા પેથાભાઈ સીદાભાઈ ગઢવી, સાસુ રાજલબેન, દિયર ભાવેશ, નવઘણભાઈ, કાકાજી મંગાભાઈ, હબુભાઈ ગઢવીએ અવારનવાર નાની વાતોમાં તકરાર કરી મારકૂટ કરવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આશાબેને ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh