Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશને નશામુકત બનાવવાના સંકલ્પ સાથે જનજાગૃતિ સંદેશઃ
જામનગર તા. ૨૬: વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિનીના સંયુક્ત ઉપક્રમે કાલાવડમાં 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત' સંકલ્પ અભિયાન અંતર્ગત હીરપરા કન્યા વિદ્યાલયમાં પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ૧૨૦૦થી વધુ કન્યાઓ અને બહેનોએ દેશને નશામુક્ત બનાવવાનો સંકલ્પ લઈ જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત બજરંગ દળ વિભાગ સંયોજક સંજયસિંહ કંચવાના આચાર પ્રસ્તુતિથી થઈ હતી. ત્યારબાદ શાળાના ટ્રસ્ટીશ્રીઓએ પ્રાસંગિક ઉદ્બોધન કરીને યુવા પેઢીને નશાથી દૂર રહેવા અને સમાજમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી.
મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત દુર્ગાવાહિની સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય તથા વિદ્યાર્થી સંપર્ક પ્રમુખ કૃપાબેન લાલે નશાની વધતી સમસ્યા, યુવાનો પર તેની ગંભીર અસરો તેમજ તેના નિવારણ માટે સરકાર અને સમાજની જવાબદારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે નશામુક્ત ભારતના નિર્માણ માટે ઉપસ્થિત તમામ બહેનો અને વિદ્યાર્થિનીઓને શપથ પણ લેવડાવ્યા હતા.
કાર્યક્રમના અંતે તમામ આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થિનીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે જોડાયા હતા અને તેમના માર્ગદર્શનનો લાભ લીધો હતો.
આ પ્રસંગે માતૃશક્તિ સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય હીનાબેન અગ્રાવત, કાલાવડ બજરંગ દળ સંયોજક સચિનભાઈ આસરા, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, શાળાના આચાર્ય તથા શિક્ષકગણ ઉપસ્થિત રહૃાા હતા. કાર્યક્રમમાં ૧૨૦૦ જેટલી કન્યાઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નશામુક્ત અને વિકસિત ભારતના નિર્માણ માટે દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial