Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૂર્યદેવતાએ દેખા દેતા
જામનગર તા. ર૬: જામનગરમાં સૂર્યદેવતાએ દેખા દેતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો દોઢ ડીગ્રીથી વધુ ઊંચકાયને ૩૩.ર ડીગ્રીએ પહોંચી ગયો હતો, જેના કારણે ગરમીમાં પણ વધારો થયો હતો.
જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે સૂર્યદેવતા ભાગ્યે જ જોવા મળી રહ્યા હતાં, પરંતુ ગઈકાલે સૂર્યપ્રકાશ રહેવા પામ્યો હતો. સૂર્યનારાયણે દેખા દેતા છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો દોઢ ડીગ્રીથી વધુ ઊંચકાયને ૩૩.ર ડીગ્રીએ પહોંચી ગયો હતો અને અડધા ડીગ્રીથી વધુ વધીને લઘુતમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના કારણે ગરમીમાં પણ વધારો થયો હતો.
નગરમાં બુધવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા ઘટીને ૮૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial