Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના વડપાંચસરામાં જુગારના દરોડામાં ત્રણ શખ્સ ઝડપાયાઃ ત્રણ શખ્સ નાસી ગયા

જોડિયાના કુન્નડમાંથી ચૌદ પત્તાપ્રેમી મળી આવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: લાલપુર તાલુકાના વડપાંચસરા ગામમાં ગઈકાલે પોલીસે પાડેલા દરોડામાં ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા છે અને ત્રણ નાસી ગયા છે. જોડીયાના કુન્નડ તથા તારાણા ગામમાં બે દરોડામાં ચૌદ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા છે. ત્રણેય સ્થળેથી કુલ રૂ।.૯૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

લાલપુર તાલુકાના વડપાંચસરા ગામની મેઘરવા સીમમાં ખુલ્લા પટમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી લાલપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એસ.પી. ગોહિલ તથા ટીમે ગઈકાલે સાંજે ત્યાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી પરબતભાઈ હમીરભાઈ ચાવડા, લખમણભાઈ ભવાનભાઈ પરમાર, સંજયભાઈ ચુનીભાઈ દોઢીયા નામના ત્રણ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. જ્યારે રામભાઈ રણમલભાઈ મોઢવાડીયા, અશ્વિનભાઈ રમણીકભાઈ નંદા, લાખુભા જાડેજા નામના ત્રણ શખ્સ નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૂ।.૫૧,૯૬૦ રોકડા કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે અને નાસી ગયેલા ત્રણની શોધ હાથ ધરી છે.

જોડીયા તાલુકાના કુન્નડ ગામના પાદરમાં એક ખરાબામાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા અશ્વિનભાઈ રામજીભાઈ ભીમાણી, માધવજીભાઈ ચકુભાઈ કાલાવડીયા, જયસુખભાઈ ત્રિકુભાઈ ભીમાણી, હિતેન્દ્રભાઈ મગનભાઈ ભીમાણી, અશોકભાઈ ધનજીભાઈ ભીમાણી, કાંતિલાલ માવજીભાઈ ભીમાણી, હરીલાલ ભીમજીભાઈ કાલાવડીયા, જયસુખભાઈ કેશવજીભાઈ ભીમાણી નામના આઠ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ।.૨૭૦૩૦ રોકડા ઝબ્બે લીધા છે.

જોડીયા તાલુકાના તારાણા ગામની કણઝારી સીમમાં ગંજીપાનાથી જુગાર રમતા અનિલ કાનાભાઈ વાંક, લાખાભાઈ કાળુભાઈ ડાંગર, રવિભાઈ કાળુભાઈ ડાંગર, વિપુલ બચુભાઈ વાંક, રાકેશ નરશીભાઈ સોલંકી, કિશોરભાઈ શામજીભાઈ જાદવ નામના છ શખ્સને પોલીસે દબોચી લીધા હતા. પટમાંથી રૂ।.૧૪૦૧૦ કબજે કરાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh