Advertisement
Author: નોબત સમાચાર

ફલ્લા પાસે ર કિલો ૯૦૦ ગ્રામ ગાંજા સાથે જામનગરના શખ્સની અટક કરતી એસઓજી

નાગપુરના શખ્સે ગાંજો આપ્યાની કબૂલાતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર-રાજકોટ રોડ પર ફલ્લા પાસે ગઈરાત્રે એસઓજી ટીમે પૂર્વ બાતમીના આધારે ગોઠવેલી વોચમાં જામનગરનો એક શખ્સ ૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજા સાથે ઝડપાઈ ગયો છે. વેચાણ માટે આ જથ્થો મહારાષ્ટ્રના નાગપુરથી મેળવ્યાની આ શખ્સે કબૂલાત કરી છે. ગાંજો આપનાર શખ્સ સહિત બે સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા ગામ પાસે ગઈરાત્રે એક શખ્સ ગાંજાનો જથ્થો લઈને પસાર થવાનો હોવાની બાતમી પરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે વોચ ગોઠવી હતી.

તે દરમિયાન ફલ્લા ગામ પાસેથી પસાર થતાં જામનગરના ઉનની કંદોરી વિસ્તારમાં સુમરા ચાલીમાં રહેતા હાજી આદમ ખફી ઉર્ફે દુના (ઉ.વ.ર૬) નામના શખ્સને પકડી લેવામાં આવ્યો હતો. આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી બે કિલો અને નવસો ગ્રામ વજનનો ગાંજો મળી આવ્યો હતો. અંદાજે રૂ।.૧ લાખ ૪૫ હજારની કિંમતના ગાંજાના જથ્થાને કબજે કરી લઈ એસઓજીએ પૂછપરછ કરતા આ શખ્સે તે ગાંજો મહારાષ્ટ્રના નાગપુરના બંડુબાબા નામના શખ્સ પાસેથી લીધો હોવાની કબૂલાત કરી છે. એસઓજીએ ગાંજો, એક મોબાઈલ, રેલવેની ટિકિટ સહિત રૂ।.દોઢ લાખનો મુદ્દામાલ ઝબ્બે લઈ બંને શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh