Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પશ્ચિમ બંગાળના બે શખ્સ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૨૬: જામનગર-ખંભાળિયા રોડ પર મેઘપર ગામમાં ગઈકાલે એસઓજી ટીમે પૂર્વ બાતમીના આધારે બે સ્થળે દરોડો પાડી બે શખ્સને ડોક્ટર ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતા પકડી પાડ્યા છે. મૂળ પશ્ચિમ બંગાળના આ શખ્સોના કહેવાતા દવાખાનામાંથી દવા તથા તબીબી સાધનો મળી કુલ રૂ।.૮૧૭૪નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર ગામમાં પતરાવાળી માર્કેટ પાસે એક શખ્સ ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.
આ સ્થળે મૂળ પશ્ચિમ બંગાળના ચરકતલ્લા ગામનો શ્રીમંતો પશુપતી બિશ્વાસ (ઉ.વ.૩પ) નામનો શખ્સ ડિગ્રી ન હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો મળી આવ્યો હતો. તેના કબજામાંથી દવા તથા તબીબી સાધનો કબજે કરવામાં આવ્યા છે. મેઘપર પોલીસ સ્ટેશનમાં તેની સામે મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
મેઘપર ગામમાં મચ્છી માર્કેટમાં પણ આ જ રીતે એક શખ્સ ડિગ્રી વગર જ તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની વિગત મળતા એસઓજી ટીમે ત્યાં પણ દરોડો પાડ્યો હતો. ત્યાંથી મૂળ પશ્ચિમ બંગાળના તાલકોલા ગામનો અવિજીત અધીર બિશ્વાસ (ઉ.વ.૩૧) નામનો શખ્સ મળી આવ્યો હતો. ત્યાંથી પણ દવા તથા તબીબી સાધનો કબજે કરાયા છે અને ગુન્હો નોંધાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial